GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મધવાસ ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક ઈસમની ગેસના ત્રણ બોટલ સાથે કાલોલ પોલીસે અટકાયત કરી

 

તારીખ ૦૩/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ ને બાતમી મળી કે તાલુકાના મધવાસ ગામે હિરો કમ્પની સામે કિરણકુમાર મનુભાઇ સીકલીગર ના ભાડાના મકાનમાં રહેતા દિવ્યેશકુમાર ભરતકુમાર મેઘવાળ નામનો ઈસમ અનઅધિકૃત રીતે ગેસના બોટલ ભરી આપે છે અને છુટક વેચાણ કરે છે.જે આધારે કાલોલ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ તેના ભાડાના રહેણાંક મકાનમાં રેડ કરતા પ્રથમ રૂમમાં તે હાજર મળી આવેલ અને ગેસના બોટલો સામસામે રાખીને રીફીલિંગ કરતો જોવા મળેલ. તેને ગેસ બોટલ માંથી બીજા બોટલમાં ગેસ ભરી આપવાનો પરવાનો માંગતા તેની પાસે આવો કોઈ પરવાનો જોવા મળ્યો ન હતો. પોલીસે ભારત ગેસ ૨૧ કિ.ગ્રા.કોમર્શિયલ એલપીજી ભરેલું એક નંગ ગેસનું બોટલ તેમજ ભારત ગેસ ૧૫ કિ.ગ્રા.ઘરેલુ ગેસ બોટલ નંગ એક તથા લાલ કલરનો નાનો ગેસ નો બોટલ એમ કુલ મળીને ત્રણ ગેસના બોટલ ઝડપી પાડ્યા હતા તેમજ આ ગેસ બોટલ માંથી એક બોટલ માંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવા માટેની પીત્તળ ની નોઝલ નંગ બે તેમજ ડીજીટલ વજન કાંટો અને પક્કડ નંગ એક એમ કુલ મળીને ૭,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સળગી ઊઠે તેવા પદાર્થ એક બોટલ માંથી બીજા બોટલમાં ટ્રાન્સફર કરી બેદરકારી રાખી પોતાની અને અન્ય માણસોની જિંદગી જોખમમા મુકાય તેવું કૃત્ય કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથે ધરી હતી.

Back to top button
error: Content is protected !!