ભાડે થી ટ્રેકટરો લઈ બારોબાર બીજાને ટ્રેક્ટર ગીરવે આપી દેવાનું મોટું ષડયંત્રનો કાલોલ પોલિસે પર્દાફાશ કર્યો

તારીખ ૦૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગત સપ્તાહે મલાવ રામનગરી માં રહેતા ગોકળભાઈ મંગળભાઈ નાયક દ્વારા પોતાનું ટ્રેકટર માસીક ભાડાથી લઈ જઈ ને ભાડુ અને ટ્રેકટર નહી આપનાર સાવલી તાલુકાના છાલીયેર ગામના રાહુલભાઈ નર્વતસિહ સોલંકી સામે છેતરપીંડી ની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદી ને જાણ થયેલ કે આજ રીતે ઘણા બધા લોકો ના ટ્રેકટર ભાડે થી લઈ આ આરોપી પરત આપતો નથી.જેની તપાસ કાલોલના સીની પીએસઆઈ સી બી બરંડા એ શરૂ કરી હતી અને તેઓને હ્યુમન સોર્સીસ અને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા બાતમી મળેલ કે આરોપી તેના ઘરે હાજર છે જેથી પોલીસ તપાસ કરતા તે હાજર મળતા તેના પકડી પૂછપરછ કરતા કાલોલ હાલોલ અને ઘોઘંબાના જુદા જુદા ગામોથી જુદા જુદા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરી માસિક ભાડે ટ્રેકટર લઈ ભરૂચ જીલ્લા ના ગામો મા અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમ એ આ ટ્રેક્ટર ગીરવે મૂકી દેતો હતો.પોલીસ તપાસ મા જુદા જુદા વિસ્તાર ના લોકો પાસે માસીક ભાડાથી ટ્રેકટર ભાડે રાખી એક બે મહિના ભાડુ ચુકવી આવા ટ્રેકટર બારોબાર બીજાને ગીરવે આપી દેવાનુ મોટુ ષડયંત્ર બહાર આવ્યુ હતુ કાલોલ પોલિસે ભાડે રાખી ગીરવે મુકેલ નંબર પ્લેટ વગરના ૧૭ ટ્રેકટરો કબજે કર્યા છે અને એક ઈકો કાર પણ મળી આવેલ છે જેની કિંમત રૂ ૮૨ લાખ થાય છે.ટ્રેકટર ના એન્જીન નંબર અને ચેચીસ નંબર પર થી તેના માલીકો સુઘી પહોંચવા ની કામગીરી પોલિસે શરૂ કરી છે. પકડાયેલ ઈસમ સામે છેતરાયેલા બીજા લોકો પણ ફરીયાદો નોંધાવે તેવી શક્યતાઓ છે.







