કાલોલ પોલીસે મધવાસ ચોકડી અને નાવરીયા ચોકડી પાસે પર પ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી નોંધણી નહીં કરાવનાર બે મકાન માલિકો સામે કાર્યવાહી કરી.

તારીખ ૧૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે મધવાસ ચોકડી પાસે આવતા માહિતી મળેલ કે આ વિસ્તારમાં કેટલાક મકાન માલિકો પર પ્રાંતિય ઈસમોને મકાન ભાડે આપી સમય મર્યાદામાં પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવતા નથી જે અંગે તપાસ કરતા મહેન્દ્રસિંહ મહાવીરસિંહ નામનો ઈસમ મૂળ રહેવાસી ઉત્તમભાઈ કી ચાલ ખડોલી દાદરા નગર હવેલીનો હોવાનું અને હાલમાં મધવાસ ચોકડી પાસે દશરથસિંહ કરણસિંહ રાઠોડ ના મકાનમાં છેલ્લા ત્રણ માસથી રૂપિયા 2500/ ના માસિક ભાડેથી રહેતો હોવાનું જાણવા મળેલ સુંદર મકાન માલિક ભાડા બાબતે કોઈ નોંધણી કરાવેલ નથી તેમ જ કોઈ આઈડી પ્રૂફ પણ મેળવેલ નથી આ ઉપરાંત મધવાસ નાવરીયા ચોકડી પાસે અનિલભાઈ અર્જુનભાઈ મોચી મૂળ રહેવાસી કાઢે કુઢ કટકા જી પટના બિહાર હાલ રહેવાસી મધવાસના ચોકડી જેવો હર્ષદસિંહ બળવંતસિંહ રાઠોડ ના મકાનમાં છેલ્લા ત્રણ માસથી રૂપિયા 2500 ના માસિક ભાડેથી રહે છે મકાન માલિકે તેની પાસેથી કોઈ આઈડી પ્રૂફ મેળવેલ નથી કે સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવેલ નથી પોલીસે બંને મકાન માલિક સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી બીએનએસ કલમ 223 મુજબ ગુનો દાખલ કરેલ.






