કાલોલ પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ

તારીખ ૨૨/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ઈન્દીરા નગર તળાવમાં કોઈ યુવાને કોઈ રીતે તળાવના ઉંડા પાણીમાં પડી ગયેલ હોવાથી તેનું મોત નિપજેલ હોય તેમજ આ મૃતક યુવાનની ઓળખ થઈ શકી ન હોય તેના વાલીવારસને શોધવા માટે હવે કાલોલ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
કાલોલ પોલીસના જણાવ્યા પ્રમાણે આ મરણજનાર અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૩૦ વર્ષનો હતો અને કાલોલ શહેરની વચ્ચે આવેલા ઈન્દીરા નગર તળાવમાં કોઈ યુવાને કોઈ રીતે તળાવના ઉંડા પાણીમાં પડી ગયેલ હોવાથી તેનું મરણ ગયેલ હોય આ મરણજનાર અજાણ્યો યુવાન શરીરે પાતળા બાંધાનો વાને શ્યામ વર્ણો, ઉચાઇ આશરે સાડા પાચેક ફુટ તથા શરીરે પીળા કલરની આખી બાંયની ટીશર્ટ અને નીચે કાળા કલરનું પેન્ટ પેહરેલ છે.તેમજ મરણ જનારના નામ ઠામ તથા તેના વાલી વારસ મળી આવેલ ન હોય આ અજાણ્યા પુવાનની લાશ હાલ વડોદરા શહેર સ્થિત સીવીલ હોસ્પિટલ ખાતેના કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવેલ છે અજાણ્યા યુવાન કે તેના વાલી વારસ અંગે કોઇને કોઇ જાણકારી હોય તો કાલોલ પોલીસ સ્ટેશનના તપાસ અધીકારી ભાવેશભાઇ કટારીયા ટાઉન જમાદાર (મો.9725786281) તેમજ કાલોલ પોલીસ સ્ટેશનો સંપર્ક કરવા જણાવાયેલ છે.





