GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની ઊજવણી લઈને પાર્ટી પ્લોટ, હોટેલ ગેસ્ટ હાઉસ ના સંચાલકો સાથે બેઠક યોજી

૨૯/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આગામી એકત્રિસ મી ડીસેમ્બર ૨૦૨૪ ની રાત્રી વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના પગલે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે. જે અંતર્ગત આજરોજ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી વી વાઘેલા દ્વારા બપોરે પોલીસ સ્ટેશન ખાતે હોટેલ ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ ના સંચાલકો સાથે બેઠક યોજી આગામી એકત્રિસ મી ડિસેમ્બર ની રાત્રી એ ઊજવણી દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા,કાયદો વ્યવસ્થા જળવાય કોઇ બીનકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેની તકેદારી રાખવા ઊપરાંત ટ્રાફીક ની સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા કરવા આગોતરૂ આયોજન કરવા વિવિધ સુચનાઓ આપી હતી.








