કાલોલ પોલીસે મધવાસ રાજપૂતાના ચોકડી પાસેથી કારમાંથી 3 લાખ 58 હજાર ઉપરાંતના દારૂના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી પાડ્યો.

તારીખ ૧૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ અને પોલીસ સ્ટાફ સાથે ઉતરાયણ અનુલક્ષી ગતરોજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ માટે નિકળ હતા ત્યારે બાતમી મળેલ કે સફેદ કલરની ફોર વ્હીલર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મધવાસથી હાલોલ તરફ જનાર છે, જેના આધારે પોલીસે મધવાસ રાજપૂતાના ચોકડી પાસે વોચ ગોઠવીને વાહન ચેકીંગ દરમ્યાન બાતમીવાળી સ્વીફ્ટ કાર આવતાં તેને રોકીને બે પંચોની રૂબરૂ તપાસ કરતાં સ્વીફ્ટ કારની પાછળની સીટ તેમજ ડિકીમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જે સફેદ કલરની સ્વીફ્ટ કારના ચાલક મયુર રાજેશઈ ઓડની ધરપકડ કરી પોલીસે કુલ રૂા.૧,૫૩,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો અને સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા ૩,૫૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી પ્રતિબંધિત એરિયામાં પાસ પરમીટ વગર વિદેશી દારૂની હેરાફેરી કરતા સ્વીફ્ટ કાર ચાલક સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.






