કાલોલ પોલીસે વડાલી પોલીસ સ્ટેશન અપહરણ નાં ગુન્હા નાં આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૧૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એલ.દેસાઈ દ્વારા જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર યુ.એલ.વાઘેલા ને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે વડાલી પોલીસ સ્ટેશનના અપહરણ નાં ગુન્હા નાં આરોપી રમેશભાઇ અર્જુનભાઇ બારૈયા ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.ઈડર રાણી તળાવ પાસે તાલુકા ઇડર જીલ્લા સાબરકાંઠા હાલ માં શામળદેવી પાટીયા પાસે ઉભેલ છે જે માહિતી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. કિશ્ચયન તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો એ ઉપરોકત જગ્યા એ તપાસ કરતા ઇસમ હાજર મળી આવેલ હોય જેથી તેને પકડી પાડી અગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.






