GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે એમજીએસ ગરનાળા પાસે ટુ વ્હીલર ઉપર ગૌ માસ લઈ જતા બે ઈસમોને ઝડપી પાડ્યા

 

તારીખ ૨૧/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડ અને પીએસઆઈ એસ એલ કામોળ પોલીસ સ્ટાફ સાથે ગુરુવારે પોલીસ મથકે હાજર હતા ત્યારે પીઆઈ આર ડી ભરવાડ ને બાતમી મળી કે બર્ગમેન એક્ટિવા જીજે ૦૬ ક્યુએચ ૪૧૪૩ ઉપર બે ઈસમો વચ્ચેના ભાગે કંતાનનો થેલો મુકીને ગૌ માસ લઈ ડેરોલ સ્ટેશન થી કાલોલ આપવા માટે નીકળ્યા છે જે આધારે પોલીસે એમજીએસ ગરનાળા પાસે વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કરેલ ત્યારે બાતમી મુજબની બર્ગમેન આવતા તેણે ઉભો રહેવા ઈશારો કરતા તે થોડે દુર જઈ ઉભો રહેલ જેમા વચ્ચેના ભાગમાં કંતાન ના થેલા મા શંકાસ્પદ માસનો જથ્થો જોતા ચાલક (૧) વહિદ જાબીરભાઈ શેખ ઉ.૨૦ રે ડેસર તથા પાછળ બેસેલા (૨) મહંમદભાઈ અબ્દુલભાઈ શેખ ઉ.૫૮ રે ડેસર શેખ ફળીયુ ના હોવાનુ જણાવેલ પોલીસે માસનો જથ્થો ગૌ વંશ નો છે કે કેમ તે માટે વેટનરી ડોક્ટર ને યાદી કરતા ડોક્ટર દ્વારા શંકાસ્પદ માસના સેમ્પલ લેવાયા હતા અને સુરત ખાતે એફ એસ એલ મા પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે શંકાસ્પદ માસનું વજન કરાવતા ૩૪.૩૦૦ કી. ગ્રા વજન જેની કિંમત રૂ ૬,૮૦૦/ તથા બર્ગમેન ની કીમત રૂ ૪૦,૦૦૦/ ગણી કુલ રૂ ૪૬,૮૦૦/ નો મુદ્દામાલ પંચો રૂબરૂ કબજે કરી શંકાસ્પદ માસનો જથ્થો કાલોલ નગરપાલિકાનુ જેસીબી મંગાવી સ્મશાન પાસે સરકારી ગૌચર જમીનમા દાટી દઈ નાસ કર્યું હતુ અને આ બાબતની જાણવા જોગ નોધ કરાવી હતી ત્યારબાદ શુક્રવારે સુરત થી એફએસએલ નો રિપોર્ટ આવેલ અને શંકાસ્પદ માસનો જથ્થો ગૌ વંશ નો હોવાનુ પ્રસ્થાપિત થતા પકડાયેલા બન્ને ઈસમો સામે ગૌ વંશનું કોઈપણ જગ્યાએ કતલ કરવા બદલ પશુઓની સાચવણી અધિનિયમ હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!