GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે ઓડ ફળિયામા ખુલ્લી જગ્યામા જુગાર રમતા 5 ને રૂ 11,520/ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.

 

તારીખ ૦૨/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આર ડી ભરવાડ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે ઓડ ફળિયામાં આવેલા ખુલ્લી જગ્યામા કેટલાક ઈસમો પાના પતાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળુ કરી કંઈક રમતા જોવા મળ્યા પોલીસને જોઈને બેસેલા ઈસમો નાસવા લાગ્યા હતા.પોલીસે ચારે બાજુએ કોર્ડન કરી પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ ઈસમો (૧) હેમંતકુમાર ઉર્ફે નાનો જગુભાઈ વાઘેલા (૨) વસંતભાઈ ભાઈલાલભાઈ ઓડ (૩) જગદીશકુમાર ઉર્ફે જગો દેવાભાઈ મકવાણા (૪) મહેશભાઈ ભાઈલાલભાઈ ઓડ (૫) જગદીશભાઈ ઉર્ફે રાજુભાઈ ધનાભાઇ મકવાણા એમ પાંચ ઈસમોની અંગ જડતીમાથી રૂ ૬,૮૦૦/ તથા દાવ પરના રૂ ૪,૭૨૦/ તથા પાના પતાની કેટ મળી કુલ રૂપિયા ૧૧,૫૨૦/ નો મુદામાલ કબજે કરી પાંચેય ઈસમો સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!