GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે નાની શામળદેવી ગામેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી પાડયો

 

તારીખ ૧૭/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા માથી પ્રોહિબિશનની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે માટે અસરકાર કામગીરી કરવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સી.બી.બરંડા ને ચોક્ક્સ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે દાદા વાળા ફળિયામાં રહેતો દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર તેના ઘર આગળ સિલ્વર કલરની એકસયુવી કાર ગાડી નંબર જીજે-૨૪-કે-૬૨૧૨ માં ઇંગ્લિશ દારૂ ભરી મુકેલ છે જે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી રેડ કરતા ૧૮૦ મિલી ના ૫૭૬ નંગ પ્લાસ્ટિકના વિદેશી દારૂ ભરેલ કવાટર રૂ ૬૬,૨૪૦/તેમજ એકસયુંવી કાર રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૬૬,૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર નો કેસ શોધી કાઢી પ્રોહી કલમો હેઠળ ગુનો નોધી દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી સિનિયર પી એસ આઈ સી બી બરંડા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!