GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ દ્વારા નગરમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરી જુગાર રમતા ૧૦ જુગારીઓને ઝડપી પાડયા.

 

તારીખ ૧૮/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઇ એલ.એ.પરમાર, પીએસઆઇ પી.કે.કિશ્ચયન સહિત સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ નગરના ઓડ ફળીયામાં જાહેરમાં જુગારીઓ જુગાર રમી રહ્યા છે ત્યારે ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેડ કરવા જતા કેટલાક ઇસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી ભેગા બેસી કંઈક રમતા હોય તેમ લાગતા ચારેય બાજુથી કોર્ડન કરી પોલીસે તે જગ્યાએ રેડ કરતા રમવા બેસેલ ઇસમો પોલીસને જોઈ નાસવા લાગતા પોલીસ જવાનોએ દોડીને છ ઈસમોને પકડી પાડેલા અને પકડાયેલ ઈસમોની અંગ જડતીમાંથી રૂ ૭૩૩૦/ તથા દાવ પરના રૂ ૫૬૬૦/ કુલ મળીને રૂ ૧૨,૯૫૦/ નો મુદામાલ કબજે કરી પકડાયેલા રામાભાઈ બચુંભાઈ ઓડ, અમિતભાઈ શંકરભાઈ ઓડ,કલ્પેશભાઈ રમેશભાઈ ઓડ,જયેશભાઈ વિઠલભાઈ ઓડ,મહેશભાઈ ભાઈલાલભાઈ ઓડ,જગદીશભાઈ ધનાભાઈ મકવાણા તમામ રહેવાસી કાલોલ એમ કુલ ૬ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે બીજી તરફ કાલોલ ઇન્દિરા નગર તળાવ વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા-પાના વડે રૂપીયાથી હાર-જીતનો જુગાર રમતા હોય તેવી બાતમી ના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી ભેગા બેસી કંઈક રમતા હોય તેમ લાગતા ચારેય બાજુ થી કોર્ડન કરી સદરી જગ્યાએ રેડ કરતા રમવા બેસેલ ઇસમો પોલીસને જોઈ નાસવા લાગતા પોલીસ ના માણસોએ દોડીને કાંતિલાલ તેજાજી મારવાડી,સુજલકુમાર જેપાજી મારવાડી, ઉમેશકુમાર ફુલાજી મારવાડી,વિકાસભાઈ કાળુંભાઈ ઓડ આમ ચાર જુગારીઓને પકડી રૂપિયા ૩,૨૯૦/ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા આમ કાલોલ પોલીસ દ્વારા નગરના અલગ અલગ વિસ્તાર માંથી ફુલ ૧૬,૨૪૦/ મુદ્દામાલ અને ૧૦ જુગારીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા હતા.

Back to top button
error: Content is protected !!