GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે હીરો ચોકડી પાસે નાકાંબંધી કરીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

 

તારીખ ૧૦/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રોહીબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખીને અંત્રેના જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તથા આવી ગેરપ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર કેસો કરવા માટે ઉપલા અધિકારીઓ દ્વારા સૂચનો અને માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇસ્પેક્ટર સી.બી.બરડા તેમજ સર્વેલન્સ સ્ટાફ સાથે કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડને ખાનગી બાતમીદાર થી ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની ફોરવહીલ ગાદી ગોધરા થી હાલોલ તરફ જનાર છે અને તેમાં ભારતીય બનાવતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને જનાર છે ગાડીનો નંબર જીજે-૦૬-પીએન-૪૮૮૫ છે તેવી ચોક્કસ બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇસ્પેક્ટર સી.બી.બરડા તેમજ સર્વેલન્સ સ્ટાફ સાથે સદર જગ્યાએ નાકાંબંધી કરતા પ્રોહીબિશન મુદામાલમાં ભારતીય બનાવતનો ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ.૭,૫૯,૨૬૦ /- નો મુદામાલ પકડી પાડીને પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરીને કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!