કાલોલ પોલીસે ડેરોલ ગામે બે અલગ-અલગ ખુલ્લી જ્ગ્યાએ જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા.

તારીખ ૦૨/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે ડેરોલ ગામના વડવાળા ફળિયામાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા ગોળ કુંડાળું કરી કંઈક રમી રહેલા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે દોડીને બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જે પૈકી અજયકુમાર કંચનભાઈ સોલંકી તથા હેમલ કુમાર ધર્મેન્દ્રસિંહ પરમાર બંનેની અંગ જડતીમાંથી ૧૧૫૦/ અને દાવ પરના ૧૦૭૦/ રૂપિયા અને બંને ઈસમો પાસેથી બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૮૦૦૦/ એમ કુલ મળીને ૧૦,૨૨૦/રૂપિયાનો મુદા માલ કબજે કરી બંને સામે જુગાર ધારા ની કલમ મુજબ કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરેલ. જ્યારે અન્ય એક બનાવમાં કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે ડેરોલ ગામ ની સીમા પાટડી નહેર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો રમાડે છે જે આધારે પોલીસે રેડ કરતા ગોળ કુંડાળું કરી કઈક રમતા ઈસમો મા નાસભાગ મચી જવા પામી પોલીસે દોડીને બે ઈસમોને ઝડપી પાડ્યા હતા જેઓની અંગ જડતીમાંથી રૂ ૨૧૫૦ તથા દાવ પરના રૂ.૧૭૮૦ અને પત્તાની કેટ કુલ મળી ૩૯૩૦ નો મુદામાલ કબજે કરી સંકેતકુમાર ઉર્ફે શંકો મહેશકુમાર પટેલ તેમજ વિરલકુમાર કંચનભાઈ પટેલની જુગાર ધારા ની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ આમ એકજ ગામમાં બે અલગ અલગ રેડ કરી જુગાર રમતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.






