AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામે આદિવાસી સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં શાસ્ત્રોકત વિધિ વિધાને 51 યુગલોએ માંડયા પ્રભુતામાં પગલા..

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામે આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.શેઠજી ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી, મિત્ર વૃંદ અને સહ્યાદ્રિ જન કલ્યાણ મંડળ ભદરપાડાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આદિવાસી સમૂહ લગ્નમાં 51 આદિવાસી યુગલોએ એકસાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી.આ સમૂહ લગ્નનું આયોજન ભદરપાડા ગામનાં ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતુ. જે આ સંસ્થાઓ દ્વારા આયોજિત પાંચમો આદિવાસી સમૂહ લગ્નોત્સવ હતો.આ શુભ અવસરે ગુજરાત રાજ્યનાં નાયબ દંડક અને ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.તેમની સાથે માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, શિવારીમાળનાં વૈદેહી આશ્રમનાં જશોદા દીદી, ડાંગ જિલ્લા પંચાયત સભ્ય લાલભાઈ ગાવીત જેવા અનેક મહાનુભાવોએ પણ હાજરી આપીને યુગલોને શુભકામનાઓ આપી હતી.શેઠજી ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી ગ્રુપ, ઘનશ્યામભાઈ અંધજન શાળા શિવારીમાળ, લાયન્સ ક્લબ ચીખલી અને ડો.રાજન શેઠજીના મિત્ર વૃંદના સભ્યોએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતુ.સહ્યાદ્રિ જન કલ્યાણ મંડળ, ભદરપાડાનાં કિશોરભાઈ પટેલ, જગદીશભાઈ, સોમાભાઈ અને રમેશભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમૂહ લગ્નના આયોજનમાં અનેક દાતાઓએ ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. જેમાં મુખ્યત્વે શેઠજી ચેરીટેબલ ટ્રસ્ટ, નવસારી, ડૉ. મણીલાલ વઢેર (લેસ્ટર),  નયનાબેન યશોધન શાહ અને યશોધન નટવરલાલ શાહ, દિપકકુમાર ઠાકોરભાઈ મિસ્ત્રી અને પ્રવિણાબેન દિપકકુમાર મિસ્ત્રી, ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ, નવસારી,જનકભાઈ અને જેમીનીબેન મરોલિયા (યુ.એસ.એ.), ડૉ. નિતીન અંબાણી અને બીના અંબાણી પરિવાર, પ્રકાશ શાહ અને સ્મિતા શાહ, શૈલેષ શાહ અને પૂર્ણિમા શાહ, વિરેશ શાહ અને નીલમ શાહ, બિપીનભાઈ અને ભૂલાભાઈ પટેલ, આશીકભાઈ રમેશચંદ્ર શાહ, મીનાબેન આશિકભાઈ શાહ અને મીત આશિકભાઈ શાહ, દુર્લભભાઈ પટેલ અને સીતાબેન (લેસ્ટર-યુ.કે.), તેમજ વિનોદભાઈ ઠાકોરલાલ મિસ્ત્રી અને ચેતનાબેન વિનોદભાઈ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.આ સમૂહ લગ્ન સમારોહમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પારંપરિક વેશભૂષામાં સજ્જ નવદંપતીઓએ મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ તેમને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમૂહ લગ્નનું સફળ આયોજન એ સાબિત કરે છે કે સામાજિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ વર્ગને પણ સહાયરૂપ થઈ શકાય છે. આ કાર્યક્રમથી ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં એકતા અને સહકારની ભાવના વધુ મજબૂત બની છે…

Back to top button
error: Content is protected !!