GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તેમજ હાલોલ ના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલ પાંચ બાઇક સાથે ચાર આરોપી ને ઝડપી પાડતી કાલોલ પોલીસ

 

તારીખ ૧૭/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ભરવાડ સર્વેલન્સ સ્ટાફ નાં માણસો સાથે કાલોલ એમ.જી.એસ ચોકડી પાસે વાહન ચેકિંગ માં હતા તે દરમિયાન બે ઇસમો એક સફેદ કાળા કલરની નંબર વગર ની હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટર સાયકલ હાલોલ તરફ થી લઈ આવતા તેઓને ઉભા રાખી તેની પાસે જરૂરી ગાડી નાં કાગળો માંગતા તેની પાસે ગાડી ના કાગળો ન હોય અને સદર ગાડી તેમજ ઇસમો શંકાસ્પદ લાગતા સદર ગાડી નાં એન્જીન તેમજ ચેચીસ નંબર ને પોકેટ કોપ માં સર્ચ કરતા સદર ગાડી કાલોલ પોલીસ સ્ટેશનમાં ચોરી ની ફરિયાદ દાખલ હોવાનું જાણવા મળેલ જેથી સદર ઇસમો ની પૂછ પરછ કરતા આજ થી એકાદ મહિના અગાઉ હીરો કંપની સામે પાર્કિંગમાંથી લોક તોડી ચોરી લઇ ગયેલ હોવાનું કબુલાત કરેલ હોય અને તે સદર આરોપીઓ ની સઘન પૂછપરછ કરતા તેમજ એલ.સી.બી.ટીમ પંચમહાલ ગોધરા નાઓ ની ટેકનીકલ મદદ નાં આધારે અલગ અલગ જગ્યાએથી અન્ય બીજી મોટર સાયકલ પણ ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જે આધારે ચોરી નો મુદામાલ કબજે કરી વાહન ચોરી નાં કુલ ૦૪ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં (૧) એક નંબર વગર ની હીરો કંપની ની સ્પ્લેન્ડર મોટરસાયકલ ની કિંમત ३.२०,०००/-(૨) એક નંબર વગરની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ ની કિ.રૂ.૨૫,૦૦૦/-(૩) એક નંબર વગર ની હીરો કંપની ની એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ ની કિ.રૂ.૧૫,૦૦૦/-(૪) એક નંબર વગર ની હીરો કંપની ની એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલની કિ.રૂ.૨૦,૦૦૦/-(૫) એક નંબર વગર ની હીરો કંપની ની એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ ની કિ.રૂ.૨૦,૦૦૦/- આ તમામ મોટરસાયકલ રીકવર કરેલ કુલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે (૪) ચાર આરોપીઓ ને પકડી પાડેલ છે જેમાં(૧) નવનીત ઉર્ફે નન્નો બળવંતસિંહ રાઠોડ ગામ મઘાસર તાલુકા હાલોલ (૨) મુકેશભાઈ ચંદુભાઈ રાઠોડ ગામ ચાંચડીયા તાલુકા હાલોલ (૩) મનોજ ઉર્ફે ચીકો વિક્રમસિંહ ગોહિલ ગામ બાકરોલ તાલુકા કાલોલ(૪) લુકમાન સુલેમાન ચુંગા ગામ ગોધરા આ તમામ ને બાઈક ચોરીના ગુના માં પકડી અલગ અલગ ગુના નો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!