GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે બાકરોલ ગામેથી સાત જુગારીઓને ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા,એક ફરાર

 

તારીખ ૨૮/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામે ગંજીફો ચીપી રોકડ નાણાં દાવ પર લગાવી હાર જીતનો જુગાર રમતા સાત જુગારીઓને કાલોલ પોલીસે ઝડપી લીધા છે જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. મળતી વિગતો અનુસાર કાલોલના બાકરોલ ગામે સ્મશાન નજીકના સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું કરી કેટલાક લોકો રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી સજ્જડ બાતમી આધારે કાલોલ પોલીસે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો. પોલીસને અચાનક આવેલી જોઈ જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દરમ્યાન સાત જેટલા જુગારીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.પોલીસે જુગારના સ્થળેથી દાવ પર મૂકેલ ₹૭,૨૩૦ સાથે પકડાયેલા જુગારીઓ પાસેથી મળેલ રોકડ ₹ ૬૯૫૦ સાથે પાના-પત્તા મળી કુલ ₹ ૧૪,૧૮૦ નો મુદ્દામાલ કબજે લઇ પકડાયેલા તમામ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર જુગારીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!