કાલોલ પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને કેનાલ પાસેથી ઝડપી પાડ્યો

તારીખ ૨૦/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્રેના જીલ્લામાં નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી તેમજ હુમન ટેકનીકલ સોર્સીસ નાં આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કાલોલ પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાના કામ નો નાસતો ફરતો આરોપી ટ્રેક્ટરો નાં ભાડા કરાર કરી ખેડૂતો ને ભાડું આપવાનું નક્કી કરી ટ્રેક્ટરો ઉંચી રકમે ગીરવે મૂકી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી નાસી જનાર નાસતા ફરતા આરોપી નામે અકરમભાઈ શબ્બીરભાઈ ચૌહાણ સાવલી તાલુકાના લસુન્દ્રા નો હાલ માં શકિતપુરા ગામે નર્મદા કેનાલ પાસે ઉભેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે સદર જગ્યાએ જઈ સદરી આરોપીને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં કરવામાં આવેલ છે.





