GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ ની ખનન માફિયા વિરુદ્ધ નક્કર કામગીરી.સ્મશાન ભૂમિ પાસેથી રેતી ખનન કરતા એક ટ્રેકટર ઝડપી પાડયુ

 

તારીખ ૧૧/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં રેતી ભરી જતાં ટ્રેકટરો બિન્ધાસ્ત પસાર થઈ રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજ રોજ બુધવારે કાલોલ નદી પાસે આવેલા સ્મશાન ભૂમિ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ભરી જતા એક ટ્રેક્ટર ચાલક પાસે પોલીસે પાસ પરમિટ માંગતા તેની પાસે રેતી ખનન અંગેનો કોઈ પાસ પરમીટ ન હોય રેતી ભરેલું ટ્રેકટર કાલોલ મામલતદાર કચેરી પાછળ મુકાવી કાલોલ મામલતદારને લેખિતમાં જાણ કરી ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટર માલિક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા દિવસથી કાલોલ અને આસપાસના ગામોમાં રેતી ખનન કરી સ્ટોક કરી સવારે વહન કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાલોલ સ્મશાન ભૂમિ મા થી રેતી નુ ખનન કરી ગધેડા મારફતે ચોક્કસ જગ્યાએ રેતી ના ઢગલા કરવાનુ આખી રાત ચાલે છે. તંત્ર ગધેડા ને પકડવાનું નથી અને પકડે તો રાખે ક્યા? તે બાબત માફિયાઓ સારી રીતે જાણે છે તેથી હવે ગધેડા મારફતે રેતી ઉલેચવાની કામગીરી વધી ગઈ છે.ગધેડા મારફતે રેતી ના ઢગલા કરનાર તત્વો સામે પણ નક્કર કાર્યવાહી ની જરૂર છે.

Back to top button
error: Content is protected !!