હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાલોલ પ્રાથમિક ઉર્દુ શાળા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરાયું.

તારીખ ૧૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે જેને ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. અને આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશય સાથે ઉજવણી કરવાનો આયોજન સમગ્ર ભારત દેશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરની પ્રાથમિક ઉર્દુ શાળાના આચાર્ય દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શહેરની પ્રાથમિક ઉર્દુ શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી તમામ વિદ્યાર્થીઓ સહિત આચાર્ય અને શિક્ષકગણ રેલી સ્વરૂપે હાથમાં તિરંગા લઈ નગરજઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ સાથે કાલોલ શહેરના વિવિધ માર્ગોપર ફરી પરત ઉર્દુ શાળા ખાતે રેલીનું સમાપન કરાયું હતું.






