GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ રેડ ક્રોસ સોસાયટી દ્વારા આંખો ની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.
તારીખ ૨૨/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ રેડ ક્રોસ સોસાયટી દ્વારા આંખો ની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કેમ્પનું કાર્યક્રમનું આયોજન એનએમજી હોસ્પીટલ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં ચેરમેન સતીષભાઈ શાહ,વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા,સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર, રોટરી કલબ ના પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ ની સાથે બ્રહ્મા કુમારી વર્ષાબેને દીપ પ્રાગટય કરી ને શરૂઆત કરી હતી જેમાં કુલ ૨૫૦ જેટલા ચશ્મા વિતરણ કરી માનવ સેવા કરવામાં આવી હતી.જેમાં કાલોલ શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ નરેશભાઈ અને નગર પાલિકા પૂર્વ પ્રમુખ શૈફાલીબેન હાજર રહ્યા હતા.