સેવાલિયા મહિસાગર બ્રિજ ઉપર થી મહિલા એ છલાંગ લગાવતો વીડિયો વાયરલ

તારીખ ૨૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મહિસાગર જિલ્લાના સેવાલિયા મહિસાગર બ્રિજ ઉપર થી મહિલા એ છલાંગ લગાવી આત્મહત્યા હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો મહીસાગર નદીના બ્રિજ ઉપર એક મહિલા આત્મહત્યા હત્યા કરવા માટે બ્રિજ પુલ ની સાઈડ ઉપર લગાવેલ સુરક્ષા રેલિંગ પકડી છલાંગ લગાવી આત્મહત્યા કરવા જતાં મહિલા ને બચાવવા ત્યાં હાજર લોક ટોળા ભેગા થયા હતા જેમાં એક યુવાન એ હિંમત દાખવી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો જેથી મહિલા એ પુલ બ્રિજ ની રેલિંગ છોડી દેતા ઉચાય પરથી મહિસાગર નદીના પાણી વહેણ માં પટકાય હતી નદીના વહેણ માં તણાય ને જતા બ્રિજ ઉપર થી બચાવ કરવા માટે બુમાં બૂમ કરતા ત્યાં નદી માં હાજર લોકો એ તેને બચાવી લીધી હતી અને મહિસાગર નદી માંથી બહાર કાઢવામાં આવી હતી જેથી તેને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક દવા સારવાર અર્થે ઈજા થયેલ મહિલા ને ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલ માં ખસેડવા માં આવેલ હોવાનું જાણવા મળેલ હતું અને કયા કારણોસર મહિલા એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેનું કારણ જાણી શકાયું નથી અને હાલ તે મહિલા નો આત્મહત્યા કરવાનો પ્રયાસ નો વીડિયો હાલ સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે.







