GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં શુક્રવારે કાલોલ સમસ્ત હિંદુ સમાજ દ્વારા બંધ નુ એલાન કરાયુ.

તારીખ ૨૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાશ્મીર ના પહેલગામ મા આંતકવાદીઓએ નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરી તેમના માનમાં તેઓના આત્માની શાંતિ માટે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ના વિરોધમાં કાલોલના સમસ્ત હિંદુ સમાજ દ્વારા શુક્રવારે પોતાના ધંધા રોજગાર બંધ રાખી બજારો સજ્જડ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે સવારે કાલોલ શહેરના મહાલક્ષ્મી ચોક ખાતે શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બંધને સફળ બનાવવા વિવિધ સંગઠનો અને સામાજીક કાર્યકરો આગેવાનોએ પણ અપીલ કરી છે.




