
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૦ સપ્ટેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના પ્રતિનિધિઓ સાથે સંગઠન દ્વારા અપાયેલા આંદોલનાત્મક કાર્યક્રમો તથા અગાઉ આપેલા આંદોલનો અને માન. મુખ્યમંત્રીશ્રી સાથે થયેલ પત્ર વ્યવહાર અને ડભોડા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી સમક્ષ થયેલ ઓલ્ડ પેન્શન યોજના અન્વયે રજુઆત ના સંદર્ભે સરકારશ્રીના મંત્રી સમુહ અને અધિકારીઓ સાથે મિટિંગ નું આયોજન થયું
જેમાં સરકારશ્રી તરફથી માનનીય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તથા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ, સામાન્ય વહીવટ તથા નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના પદાધિકારીઓ અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશ ભાઈ ભટ્ટ, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ ના પ્રહલાદ ભાઈ પટેલ તથા પ્રાથમિક સંવર્ગના મહામંત્રી અનિરુદ્ધ સિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકો સહીત કર્મચારીઓના પ્રશ્નો તથા ઓલ્ડ પેન્શન યોજના બાબતે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી સરકારશ્રી દ્વારા આજે ઉપસ્થિત મંત્રી સમુહ તથા અધિકારીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરીત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના દ્વારા આજે લેખિત માં આપવામાં આવેલા આંદોલન ના મુદ્દાઓ ને માન. મુખ્યમંત્રી સમક્ષ લાવવામાં આવશે તથા માંગણીઓ સંદર્ભે નિરાકરણ લાવવામાં આવશે એવું સંગઠન ને સરકાર તરફથી જણાવેલ છે.



