
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૩ જાન્યુઆરી : ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કનૈયાબે ગ્રુપ શાળાના બાળકોને મુંબઈનાં બીજલબેન જગડ/પારુલ ધીરજ શાહ/બી.વિશાલ કોર્પોરેશન/મહિન્દ્રા ભાઈ ગડા દ્વારા શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી. જેમાં બાળકોમાં ગણિત પ્રત્યે રસ જાગૃત થાય તથા બાળકોમાં સર્જનાત્મકતાં ખીલે એ માટે દાતાઓ દ્વારા કનૈયાબે ગ્રુપ શાળા તથા તેની નવ પેટાશાળાઓમાં પઝલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં 800 બાળકો માટે આ પઝલ પ્રાપ્ત થતાં બાળકો અને તેમના વાલીગણ ખુબ જ ખુશ થયા હતા. દાતા દ્વારા કરવામાં આવેલ આ સહાય બદલ દસ શાળા નાં શાળાપરિવાર તથા ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



