BANASKANTHAGUJARATKANKREJ

શિહોરીમાં કાંકરેજ/ઓગડ તાલુકા પંચાયત સંકલન મિટિંગ યોજાઈ.

પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી બદલ BHAI ને નોટિસ અપાઈ..

શિહોરીમાં કાંકરેજ/ઓગડ તાલુકા પંચાયત સંકલન મિટિંગ યોજાઈ.
—————————————
પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી બદલ BHAI ને નોટિસ અપાઈ..
—————————————
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરીમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને કાંકરેજ મામલતદાર ગૌતમભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઓગડ તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્રભાઈ રાવલ, થરા નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી,થરા પી વિંઝુડા,શિહોરી PI સરલ સહિત અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં ઓગડ તાલુકા અને કાંકરેજ તાલુકા ની સંકલન મિટિંગ યોજાઈ હતી.આ મિટિંગ માં નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવતા થરા અને શિહોરી વિસ્તારમાં પ્રીમોન્સુન કામગીરીમાં નબળી કામગીરી અને આંખ આડા કાન કરતાં કાંકરેજ તાલુકા મામલતદાર દ્વારા નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ થઈ જવા બાબતે થરા બસ સ્ટેશન થી રૂનીરોડ નાળા પાસે સર્વિસ રોડ ઉપર આવેલી ગટરોમાં વરસાદી પાણી નો નિકાલ તેમજ રાણકપુર ખાતે આવેલ પાણીના સંપમાં સફાઈ કામગીરી બાબતે સાથે સાથે ૩૦ એપ્રિલ થી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું જેનું મેન્ટેનેસ સહિત થરા અને શિહોરી નેશનલ હાઈવે રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ લગાવવા બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નેશનલ હાઈવે ઓર્થોરિટી ઉપર ગંભીર આક્ષેપ કરી ને મનમાની ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.આવનારા દિવસો માં ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન બાબતે કેવી કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો કાંકરેજ તાલુકામાં તરવૈયાઓ, પુર હોનારતમાં સાધન સામગ્રી, આગ ના બનાવો બને તો ફાયર સેફ્ટીની સુવિધા નથી.માત્ર કાગળ ઉપર સંકલન મિટિંગ કરી તંત્રના અધિકારીઓ કામગીરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530

Back to top button
error: Content is protected !!