BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકા થરા નગર પાલિકા દ્વારા ઇન્દિરા વિસ્તારમાં વેરાવસુલાત ઝુંબેશ કરાઈ..

કાંકરેજ તાલુકા થરા નગર પાલિકા દ્વારા ઇન્દિરા વિસ્તારમાં વેરાવસુલાત ઝુંબેશ કરાઈ..

કાંકરેજ તાલુકા થરા નગર પાલિકા દ્વારા ઇન્દિરા વિસ્તારમાં વેરાવસુલાત ઝુંબેશ કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માંઆવેલ નગર પાલિકા દ્વારા આર.સી.એમ.ગાંધીનગરની સૂચના તથા ચીફ ઓફિસર બાબુભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૦૧/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧ થી સાંજે ૬ કલાક સુધી ઈન્દિરાનગર વિસ્તારમાં વેરા વસુલાત ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.ત્યારે સી.ઓ.બાબુભાઈ જોષી,ટેક્ષ ઈન્સ્પેક્ટર લાલુભા ચંપુભા ઝાલા,નિરવભાઈ જોષી, પ્રવિણભાઈ ચૌધરી,સંજુભા વાઘેલા,મયુર એન.ચૌહાણ, સજુભા વાઘેલા,મહેશ રાવળ, વિરલ દરજી,દિપક પરમાર, રમેશભાઈ કંબોયા સહીત પાણી પુરવઠાની ટીમ દ્વારા ૪૦ થી વધુ બાકીદારોના નળ કનેક્શન કાપ્યા હતા.અન અધિકૃત પાણી કનેક્શનોની તપાસ કરી કનેક્શન કાપવામાં આવેલ પાણી નો ખોટો વેડફાટ કરતા લોકોને કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં મોટાબાકીદારો મિલકત વેરો નહી ભરે તો આવા રીઢા બાકીદારો સામે સખ્તાઈથી પગલાં લેવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તમે થરા નગર પાલિકાના સી. ઓ. બાબુભાઈ જોષીએ જણાવ્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!