
તા. ૧૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના રામાનંદ પાર્ક થી કેદારનાથ મંદીર સુધી કાંવડ યાત્રા યોજાઈ
દેશના વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળે છે જેમાં શ્રાવણ મહિનો બેસતાની સાથેજ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદીરમા શિવ ભક્તોની ભીડ એકઠી થતી હોય છે એજ રીતે કાવડ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે અને તેમા પણ શ્રાવણ માસમાં કાવડ યાત્રાની ખાસ ટ્રેડ રહેલો છે કાવડ યાત્રા દરમ્યાન શિવ ભક્તો ગંગા નદી માંથી પાણી ભરી લઈ જાય છે. અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવ તેમની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહત્વ છે અને ભગવાન શિવને શ્રાવણનો મહિનાની બહુંજ પ્રિય છે આ મહિનામાં કાવડ યાત્રા કરીને સાત નદીના ગંગાજળ લઈ ભગવાન શિવ પર જલાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. દરેક પ્રકારના પાપ માંથી મુક્તિ મળે છે
તેમજ શ્રાવણ મહિનામાં સમૃદ્ધ મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવએ પોતાના ગળામાં ઉતાર્યું હતું જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું. તે પછી દરેક દેવતાઓએ ગંગામાંથી પાણી એકઠું કરીને ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાવડ યાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી સંતો તેમજ મુનીયોના આશીર્વાદથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાવડની યાત્રા કરીને ભગવાન ભોલેનાથ ની જળ અર્પણ કરે છે તેમની મનોકામના પૂર્ણ અને સુખ સમૃદ્ધિ વધે છે જેમાં આજરોજ રવિવાર ૯ કલાક દાહોદ થી ૧૦ કી.લો.મિટર દૂર આવેલ કેદારનાથ મંદીર સુધી કાવડયાત્રા યોજાઈ હતી




