
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ગામડામાં નવીન આંગણવાડી ઓનું કામ અધ્ધર તાલે, બે વર્ષ થી ભાડાના મકાનમાં ભણે છે બાળકો
હાલ નવીન સત્રની શરૂઆત થઇ ગઈ છે અને બીજી બાજુ હવે પ્રવેશોત્સવ ની શરૂઆત થવા જઈ રહી છે એમાં પણ નવીન શિક્ષણ નીતિ પ્રમાણે આંગણવાડી બાલવાટીકા અને પ્રાથમિક શાળા થી લઇ ને હાઈસ્કૂલ સુધી બાળકોનો પ્રવેશોત્સવ યોજાશે પરંતુ નાના બાળકોનું શું જે આજે પણ ભાડાના મકાનમાં બેસીને પણ અભ્યાસ કરવા મજબુર બન્યા છે વાત છે આંગણવાડીની
મેઘરજ તાલુકામાં હાલ એવી આંગણવાડીઓ છે જ્યાં કેટલાય સમય થી જૂની આંગણવાડીઓ પાડી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેવી આંગણવાડીઓ નવી બની નથી જેને લઇ પાડી દીધેલ આંગણવાડી વિસ્તારમાં બાળકો ભાડાના મકાનમાં બેસી અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે કેટલીક આંગણવાડીઓ એવી છે જ્યાં બે વર્ષથી આંગણવાડી નું કામ અધ્ધર તાલે છે આ બાબતે મળતી માહિતી મુજબ હાલ મેઘરજ તાલુકાની બન્યે ઘટક ની 30 જેટલી આંગણવાડીઓ નવીન મકાન માટે મંજુર થઇ ગઈ છે અને હવે થોડા સમયમાં એનું કામકાજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી હવે નવીન આંગણવાડીઓ ક્યારે બનશે તે જોવાનું રહયું



