BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યનો પુત્ર અને ગ્રામજનો આમને સામને 

 

ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યનો પુત્ર અને ગ્રામજનો આમને સામને

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલ રેતખનનના મુદ્દે દિવસેદિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે.ઘણીવાર રેત માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે,ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને ગ્રામજનો આમને સામને આવી ગયા હોવાની વાતો સોસિયલ મિડીયા પર વહેતી થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઇ ઠાકોરના જણાવ્યા મુજબ આજરોજ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરીતો લઇને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહેલ કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ રેતી ખોદીશ. જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કરજો. આમ કહીને દશરથભાઇ પર જાનલેવા હુમલો કર્યો હતો.અને મારી નાંખવાની ધમકી આપી હતી. અને બે નંબરનું કામ ચાલશેજ એમ કહ્યું હતું. દશરથ ઠાકોરે ભરૂચના ખાણ ખનીજ અધિકારી પણ રેત ખનનમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી.ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઇ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે ઇન્દોરના સરપંચ હસમુખભાઇ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતુંકે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખોદકામ કરવું નહી છતાં તેમણે રેતી ખોદવાનું ચાલુ રાખ્યું હતું. આમ ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર એ ઇન્દોરના અગ્રણી પર કથિત હુમલો કર્યો હોવાની વાતે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકામાં નર્મદાના પટમાં લાંબા સમયથી થતા રેત ખનનના મુદ્દે આજે નવો વિવાદ જોવા મળ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!