નરેશપરમાર.કરજણ-
કરજણ ફ્લાય ઓવર બ્રિજ તોડકામ દરમિયાન અવરજવર બંધ
કરજણ જૂની નગર પાલિકા સામે આવેલ રેલ્વે સ્ટેશન ઓવર બ્રિજ રાહદારી અવર જવર માટે જૂનો બ્રીજ હતો એ બંધ કરવામાં આવ્યો
કરજણ રેલવે સ્ટેશન પર જુના બજાર અને નવા બજારને જોડતા જૂના ફલાય ઓવબ્રિજ તોડી પાડવાનું આયોજન તારીખ ૧૨/૦૯/૨૦૨૫ (સાંજે) થી ૧૪/૦૯/૨૦૨૫ (સવારે) દરમિયાન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ક્રેન, હાઈડ્રા અને અન્ય સંબંધિત વાહનો કાર્યરત રહેશે, નવા બજાર બાજુ અને સ્ટેશન બાજુ રોડ પર કાર્યરત રહેવાના હોવાથી વાહન અને રાહદારીઓની અવરજવર બંધ રહેશે. તેથી, કૃપા કરીને જાહેર જનતા/નજીકના દુકાનદારો/વપરાશકર્તાઓ અને ટ્રેન મુસાફરો એ આં અંગે જાણ થાય અને વૈકલ્પિક રસ્તો ઉપયોગ લેશો એવી અપીલ છે..