નરેશપરમાર.કરજણ,
કરજણ પોલીસ દ્વારા મહેસાણા થી આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો
કરજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને મહેસાણા ખાતેથી દબોચી લેવાયો
કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી કમલેશ ઠાકોરને વડોદરા પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશ ઠાકોર લાયસન્સ વગર પોતાના મોબાઈલ ફોનમાં “માર્કેટપ્લેસ” નામની એપનો ઉપયોગ કરીને શેરબજારના વધ ઘટ જોતો હતો. તે ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લઈ કાવતરું રચતા હતો અને શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી જુદા જુદા ગ્રાહકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચરતો હતો.