
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ જાન્યુઆરી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા શીશુ મંદિર માંડવી ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી અમરાભાઈ રબારી મહામંત્રી HTAT સંવર્ગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ તથા વક્તા વિદ્યાભારતી ગુજરાત પ્રાંતમંત્રી એવમ પશ્ચિમ ક્ષેત્ર ખેલ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ કિરીટભાઈ જોષી એ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સમજાવી ને શિક્ષકોને રાષ્ટ્ર હિત ધ્યાને રાખી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કર્તવ્ય બજાવવા આહવાન કર્યું હતું. મુખ્ય અતિથિ શ્રી અમરાભાઈ એ રાષ્ટ્રવાદી શિક્ષક સંગઠનની ગતિવિધિઓ વિશે માહિતી આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેન ભાઈ વાસાણી એ કર્યું હતું.કાર્યક્રમ માં તાલુકા અધ્યક્ષ શ્રી નિલેશ ભાઈ અબોટી,માધ્યમિક સંવર્ગ નાં સંયોજક ડૉ.ઈશ્વર ભાઈ ચારણ તેમજ તાલુકાના શિક્ષકો તથા વિધાલય નાં શિક્ષકો જોડાયા હતા.કાર્યક્રમ ની વ્યવસ્થા વિદ્યાલય નાં શિક્ષક બંધુઓ તેમજ ભગીની ઓએ સાંભળી હતી.આભારવિધિ હિરેન ભાઈ વાસાણી એ કરી.એવું પ્રચાર પ્રસાર મંત્રી શ્રી દેવલ ભાઈ પટેલ ની યાદી માં જણાવાયું છે.




