
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા.૦૭ ફેબ્રુઆરી : ગોકુળ ક્રિકેટ ગ્રાઉન્ડ મિરઝાપર મધ્યે ભુજ તાલુકા પ્રા. શિક્ષક સંઘ આયોજિત શિક્ષકો માટેની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકાની ૧૦ ટીમોએ ભાગ લીધેલ. સેમી ફાઈનલ મેચોમાં કે.બી. ડી.સામે બોર્ડર ઇલેવન તેમજ સી .આર.સી. સામે કોટડા – પધ્ધર વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કે.બી. ડી. અને સી.આર.સી.ની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ માં ઉતરેલ સી .આર.સી.ની ટીમ મેહુલ જોશી અને સુલેમાન સનાની ધારદાર બોલિંગ સામે 81 રન જ બનાવી શકેલ. જેના જવાબમાં કે .બી.ડી. ઇલેવનના નિલેશ અજાણી અને કેપ્ટન ગોરધન વાઘેલાની બળુકી બેટિંગના સહારે 7 ઓવરમાં લક્ષ્ય આંબી ચાણક્ય કપની ચેમ્પિયન ટીમ બની હતી. ટુર્નામેન્ટમાં ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે નિલેશ અજાણી, પ્લેયર ઓફ ટુર્નામેન્ટ રમેશ આહિર ,બેસ્ટ બોલર સુલેમાન સના જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે મયુરસિંહ જાડેજા જાહેર થયા હતા. ટુર્નામેન્ટમાં દાતા તરીકે સંજય વ્યાસ,જીતેન્દ્ર ઠક્કર,પ્રવીણ ભદ્રા,રશ્મિ ઠક્કર તથા તાલુકા – જિલ્લા મંડળી અને વિવિધ દાતાઓનો સહયોગ સાંપડ્યો હતો. સમાપન સમારોહમાં જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી પી.જી. ઝાલા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા,ધર્મેન્દ્રસિંહ જાડેજા,ધીરજ ઠક્કર,જીતુભાઈ ઠક્કર,પ્રવીણ ભદ્રા સહિતનાઓ ઉપસ્થિત રહેલ.સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી મેહુલ જોશીના માર્ગદર્શન હેઠળ કાંતિભાઈ સુથાર,વિરલસિંહ જાડેજા,ધવલ ત્રિવેદી,હાર્દિક ત્રિપાઠી,જયેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, ઉત્તમ મોતા, જય પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રસિંહ ઝાલા જ્યારે આભાર વિધિ મહામંત્રી મેહુલ જોશીએ કરી હતી.




