GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવતાં સીલ કરાઈ

સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું રેકેટ પકડી પાડ્યું

તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું રેકેટ પકડી પાડ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ ચોરી અને ગેરકાયદેસર રોયલ્ટી પાસના કૌભાંડ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં આકસ્મિક દરોડા પાડીને તંત્રએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હસમુખભાઈ કલ્યાણજી ભાઈ સચદેવના નામે ઇસ્યુ થયેલા રોયલ્ટી પાસનો ઉપયોગ કરવામાં આવતો હતો નોંધનીય છે કે હસમુખભાઈનું વર્ષ 2021માં અવસાન થયું હોવા છતાં તેમના નામની લીઝ સર્વે નંબર 209 પૈકી પર ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ કાઢવામાં આવતા હતા અધિકારીઓએ ઓફિસમાંથી આવા કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવતા તે જપ્ત કર્યા છે આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાં થતા ગેરકાયદેસર કોલસાના ખનનને છુપાવવા માટે આ ઓફિસનો ઉપયોગ થતો હતો કુવામાંથી કાઢવામાં આવતા ગેરકાયદેસર કોલસાને કાયદેસરના ગણી શકાય તે માટે અહીંથી પાસ ઇસ્યુ કરી આખું રેકેટ ચલાવવામાં આવતું હતું આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવના નામ સામે આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ દરોડા દરમિયાન એક જેસીબી અને એક લોડર મશીન, ચાર નંગ ચારણા અને એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો, 200 મેટ્રિક ટન કાર્બોસેલ મળી કુલ રૂપિયા 78,80,000 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું ચોટીલા નાયબ કલેક્ટરે અખબારી યાદી જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!