
ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં નગર પાલિકા ને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરી જનો માટે એક માત્ર જાહેર ગાર્ડન છે જેને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગાર્ડન નામકરણ કરાયેલું પરંતુ ગાર્ડનમાં બાળકો રમી શકે અને લોકો બેસી શકે તેવી આધુનિક સગવડોનો અભાવ હોવાથી તે વધારી પૂરી પાડવા શહેરીજનોમાંથી માંગ ઉઠી હતી જેના અનુસંધાને આજરોજ નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયાએ મહાવીરસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદ નાં દિનેશ કાનાબાર,ભરતભાઈ કક્કડ,અશોક રેણુકા સાથે બગીચાની મુલાકાત દરમિયાન જણાવેલ કે અત્યારે બગીચાનું નવિનીકરણ ચાલી રહ્યું છે અને આગામી બે માસમાં આ કાર્ય પૂર્ણ થશે અને જાહેર જનતાને આધુનિક લાઈટિંગ સાથે નવા રંગરૂપ અને સગવડતાઓ થી ભરપુર બાળકો માટે અનેક વિધ રાઇડ્સ સાથે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે અને નગર પાલિકા કેશોદ નાં વિકાસ માટે નવા પ્રોજેક્ટ પણ લાવશે
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




