અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં એક મકાનની છતનો ભાગ ધરાશય થયો : મોટી જાનહાની ટળી, શહેરમાં હજુ કેટલાય મકાનો જર્જરિત
મોડાસા શહેરમાં વહેલી સવારે વળસેલા વરસાદ ને કારણે મોડાસા શહેરી વિસ્તારના કાર્તિકેય સોસાયટીમાં એક મકાનનો છતનો ભાગ ધરાશય થયો હતો જોક મોટી દુર્ઘટના ન સર્જાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.બે માળના બંધ મકાનની પેરાફિટ અને છતનો કેટલોક ભાગ ધડાકા ભેર પડતા દોડધામ મચી હતી બીજી તરફ મકાન જોતા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં અને ભયજનક રીતે જીર્ણ થઈ ગયેલું મકાન મોટુ જોખમ ઉભું કરે તેવી સ્થિતિ જોવા મળી હતી.મકાન અંગે જાણ થતા મોડાસા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી મોડાસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મકાન ઉતરાવી લેવડાવાય તો મોટી દુર્ઘટના થતી અટકી શકે છે મોડાસા શહેરમાં આવા કેટલાય મકાનો ભયજનક છે છતાં પાલિકા જાણે કે મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી ન કરાતા મોડાસા માં મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં