BHARUCHGUJARAT

અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં કેવડાત્રીજની પૂજા કરાઈ


નિરાંતનગર સોસાયટીમાં કેવડાત્રીજની પૂજા હરીશભાઈ પુરોહિત મહારાજે કરાવી હતી.સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળી હતી.તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવુ માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે.કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને ખુબ જ ભાવ પૂર્વક ચડાવ્યાં હતાં. આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કરે છે.

Back to top button
error: Content is protected !!