ANJARGUJARATKUTCH

ખંભરા ગામની લોહારીયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ ઉમંગભેર ઉજવાયો.

3-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- શ્રી લોહારીયા પ્રાથમિક શાળાના યજમાન પદે ખંભરા કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર સ્પર્ધા તેમજ વાર્તા સ્પર્ધા ધો 1-2, અને ધો 3થી5 તેમજ વાર્તા લેખન સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક પોતાના કૌશલ્ય અનેક કલા પ્રદર્શિત કરી હતી. આ પ્રસંગે યજમાન શાળાના આચાર્ય શ્રી રજનીકાંત મકવાણાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને સૌને આવકાર્યા હતા. સી.આર.સી કો-ઓર્ડીનેટર કોમલબેન ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. 11 શાળાઓમાંથી 65 વિદ્યાર્થીઓએ ઉપર્યુક્ત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે લોહારિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ગોપાલભાઈ તેમજ એસએમસી સભ્યો હાજર હતા.આસપાસની 11 શાળાઓના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સ્પર્ધકોને સીઆરસી બેન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધાઓમાં જે બાળકો પ્રથમ આવ્યા છે તે અંજાર ખાતે ખંભરા સીઆરસી નું પ્રતિનિધિત્વ કરશે. આ દરેક મહેમાનશ્રીઓનું ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેવા આવેલ તમામ બાળકોનું તેમજ સમગ્ર લોહારીયા શાળાના બાળકોને સ્વરુચિ ભોજનની સગવડ લોહારીયા શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ પાટિલ દ્વારા પ્રથમ ગ્રેડ મેળવવાની ખુશીમાં કરવામાં આવેલ. બાળકોનું સ્વરુચિ ભોજન લોહારિયા શાળાના ઓલરાઉન્ડર શિક્ષક શ્રી સહદેવભાઈ ઠાકોરે શિક્ષક હોવા છતાં જાતે જ રસોઈ બનાવેલ.આમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેતનભાઇ પટેલ, નવીનભાઈ પંડ્યા, મનજીભાઈ મહેશ્વરી, ડીડી ગુસાઈ, વરૂણભાઈ, રાજેન્દ્રભાઈ પંડ્યા, ચેતનભાઈ, વર્ષાબેન પટેલ, જિજ્ઞાસાબેન પટેલ, હેતલબેન, મિશ્રાબેન, સોનલબેન પરમાર સૌ શિક્ષકમિત્રો-બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!