“વાઘેશ્વરી ધામ ઝાલભાઈ ની મુવાડી થી 45 જેટલા માઇ ભક્તો અંબાજી મંદિરે ધજા ચઢાવસે”
"શ્રી વાઘેશ્વરીધામ ઝાલભાઈ ની મુવાડી થી અંબાજી પગપાળા સંઘ" 2025
મહેમદાવાદ : યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે . ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે. માઁ અંબે ની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના ઝાલભાઈ ની મુવાડી થી પણ 45 જેટલા માઇ ભક્તો ને કોઈ રોકી શકે તેમ નથી ધોમ ધખતા તાપમાં, કાળઝાળ ગરમીમાં પણ માઇ ભક્તો માતાજી ના પ્રતિ આસ્થા અને શ્રદ્ધા ને લઇ પગપાળા કરી માં ના ધામે આવવા માટે આતુર બન્યા છે શ્રદ્ધા મા અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે 215 કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રા એ જવા માટે તા -24/05/25 ને શનિવારે રવાના થયા છે . સંઘ મા ઘણા માઇ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે. તા- 29/05/25 ગુરુવાર ના રોજ અંબાજી પહોચી માતાજી ના મંદિરે માઇભક્તો ધજા ચઢાવી પૂજા અર્ચના કરી માઁ અંબે ના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે.આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમા પગપાળા માં અંબા ના ધામ મા આવતો હોય છે .
માઁ ની ભક્તિ આગળ ગરમીનું અસ્તિત્વ શૂન્ય હોય છે. સંઘ ની વિશેસતા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળા જતો હોય છે.