
2 મહિના પહેલા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી જયારે ગુજરાત આવ્યા અને ગુજરાત કોંગ્રેસ સંગઠન નાં કાર્યકર્તાઓ ને રૂબરૂ મળ્યા ત્યારે કાર્યકર્તાઓ તરફથી ફરિયાદ થયેલ કે શહેર કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની વરણી થાય કે ટિકિટ વિતરણ થાય ત્યારે સ્થાનિક આગેવાનો કે કાર્યકર્તાઓ ને વિશ્વાસ માં લેવામાં આવતા નથી. કોઈ પણ જિલ્લા માં જિલ્લા કે શહેર પ્રમુખ ની નિમણૂંક થાય ત્યારે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ને વિશ્વાસ માં લેવામાં આવે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની આ વાત ગ્રાહ્ય રાખી આખાયે ગુજરાતના “સંગઠન શ્રુજન અભિયાન” અંતર્ગત તમામ જિલ્લાઓ માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી 44 વરિષ્ઠ નેતાઓની ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરી. સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં એક જિલ્લા માં 4 વરિષ્ઠ નેતાઓ ની નિમણુંક કરી. કુલ 5 પ્રભારીઓ દ્વારા 5 દિવસ જૂનાગઢ રોકાઈ સ્થાનિક આગેવાનો-કાર્યકર્તાઓ, કોંગ્રેસ પક્ષના ધારાસભા અને સંસદ લડેલા ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યો, જૂનાગઢ શહેર નાં સામાજિક, ધાર્મિક, વ્યવસાયિક સંગઠનો નાં પ્રતિનિધિઓનો અભિપ્રાય લઇ સર્વાનુમતે જૂનાગઢ શહેરના કોંગ્રેસ પક્ષ નાં પ્રમુખ તરીકે મનોજ જોષી ની નિમણૂંક કરવામાં આવી છે. મનોજ જોષી અગાઉ 2010 થી 2015 સુધી મેંદરડા તાલુકા પંચાયતનાં સભ્ય અને વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2011 થી 2017 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઈ.ટી. સેલના ઉપ-પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે. ફેબ્રુઆરી-2024 થી પાર્ટીએ જૂનાગઢ શહેર કોંગ્રેસ ની જવાબદારી સોંપેલ. ફરી વખત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.




