BHUJGUJARATKUTCH

ખેલ મહાકુંભ ૨૦૨૫–બહેનોની કબડ્ડી સ્પર્ધા, જયુબિલી ગ્રાઉન્ડ ભુજ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૦૨ ડિસેમ્બર : જયુબિલી ગ્રાઉન્ડ, ભુજ ખાતે ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત બહેનોની કબડ્ડી સ્પર્ધાનો ભવ્ય અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છભરની ભાવિ કબડ્ડી પ્રતિભાઓએ પોતાની ચપળતા, શક્તિ અને ખેલભાવના સાથે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.સ્પર્ધામાં કુલ ૨૩ ટીમોની લગભગ ૨૫૦ જેટલી ખેલાડી બહેનોએ ભાગ લઈને કચ્છ જીલ્લામાં મહિલા રમતગમતની વધતી પ્રગતિને ઉજાગર કરી હતી.

અંડર–૧૪ વિભાગના પરિણામો:

પ્રથમ સ્થાન: ભુજ

બીજું સ્થાન: ગાંધીધામ

ત્રીજું સ્થાન: મુન્દ્રા

અંડર–૧૭ વિભાગના પરિણામો:

પ્રથમ સ્થાન: ભુજ

બીજું સ્થાન: અંજાર

ત્રીજું સ્થાન: માંડવી

ઓપન વિભાગના પરિણામો:

પ્રથમ સ્થાન: માંડવી

બીજું સ્થાન: ભુજ

ત્રીજું સ્થાન: અંજાર

ત્રણેય વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ખેલાડીઓને ધ્યાનમાં રાખીને કચ્છ જીલ્લા ટીમની પસંદગી કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા પર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સ્પર્ધામાં ઇનામ રકમ તરીકે –

પ્રથમ ક્રમે આવેલ ટીમના દરેક ખેલાડી બહેનને ₹૩,૦૦૦,

બીજા ક્રમે આવેલી ટીમના દરેક ખેલાડીને ₹૨,૦૦૦,

ત્રીજા ક્રમે આવેલી ટીમના દરેક ખેલાડીને ₹૧,૦૦૦

વિતરિત કરવામાં આવશે.આ તકે દિવ્યરાજસિંહ જાડેજા, આચાર્ય – ઓલ્ફ્રેડ હાઇસ્કુલ, શ્રી દિનેશભાઈ દેસાઈ, ડૉ. વિષ્ણુ ચૌધરી, રોયલ ક્રિકેટ એકેડમીના હેડ કોચ કુલદીપસિંહ જાડેજા, રસ્મિતા વીરડા, તથા કચ્છ કબડ્ડી એસોસિએશનના સચિવ શ્રી સચિન વાગડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું.સમગ્ર આયોજનમાં ડૉ. ડી. એલ. ડાકી અને ખેંગાર જોગીનું વિશેષ યોગદાન રહ્યું હતું, જેઓએ આયોજનથી લઈને સંચાલન સુધી તમામ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમના માર્ગદર્શન અને ખેલાડીઓની ઉજ્જવળ ઉત્સાહથી સ્પર્ધા યાદગાર બની રહી.વિજેતા ટીમોને અભિનંદન અને સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના મુકાબલાઓ માટે હાર્દિક શુભેચ્છાઓ. કચ્છની બહેનો રમતગમત ક્ષેત્રે આવી જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.

Back to top button
error: Content is protected !!