વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ જગદમ્બા ધામ ખાતે ચાલી રહેલા નવચંડી યજ્ઞ, દેવી ભાગવત કથા અને નવરાત્રી અનુષ્ઠાનનો સમાપન પ્રસંગ ભવ્ય માહોલમાં યોજાયો હતો. કથાકાર પ્રફુલભાઈ શુક્લે આ પવિત્ર અનુષ્ઠાનનું સમગ્ર પુણ્ય ભારતના ગૌરવ ઑપરેશન સિંદૂરના વીર સૈનિકોને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે અગિયાર દિવસ સેવા આપનાર બિપીનભાઈ ભેરવી, મનુભાઈ રૂપાભવાની તથા પ્રતીક પટેલ આછવણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. માતાજીની પ્રતિમા તથા જવારા નું વિસર્જન 108 દીવા ની આરતી સાથે અવરંગા નદી કિનારે કરવામાં આવ્યું. આ પાવન ઘડીએ આચાર્ય કિશન દવેએ વેદ મંત્રોચાર કર્યા અને સમગ્ર વાતાવરણ “જય ભવાની – જય અંબે” ના પ્રચંડ નાદોથી ગુંજી ઉઠ્યું.આ પ્રસંગે અમરતભાઈ શિવ શક્તિ, રમીલાબેન રામાનંદી સરોણ, અનિલભાઈ કાપડિયા, મુકેશભાઈ સોમનાથ, જૈસીંગભાઈ, અમરતભાઈ, લિલાબેન પટેલ ભોયાવાડ સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.વિશેષ નોંધનીય છે કે કથાકાર પ્રફુલભાઈ શુક્લ છેલ્લા 51 વર્ષથી ખેરગામમાં મા જગદંબાના નવરાત્રી અનુષ્ઠાનનું આયોજન કરે છે. આ વર્ષે પણ તેમના જીવનની 885મી દેવી ભાગવત કથા માતાજીની કૃપાથી નિર્વિઘ્ન, આનંદ અને ઉમંગભેર પૂર્ણ થઈ.