GUJARATKHERGAMNAVSARI

ખેરગામ પીપલખેડ રાજ્ય ધોરીમાર્ગ ઉપર નીલગીરીનું ઝાડ પડતા રસ્તો બ્લોક

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ પીપલખેડ રાજ્ય ધોરી માર્ગ ઉપર સોમવારે સવારે અચાનક એક વર્ષો જૂનું વૃક્ષ તૂટીને નીચે બરાબર રસ્તાની ઉપર પડતા રસ્તા ઉપરથી અવરજવર બંધ થતા રસ્તો બ્લોક થઈ ગયો હતોં.સતત વાહનોથી ધમધમતો આ માર્ગ ઉપર અવરજવર બંધ થતા બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી,જોકે ગામમાં અંદરના રસ્તે વાહનો ડાઇવર્ત થતા કલાક બાદ રસ્તા ઉપરથી ઝાડ દૂર થતા રસ્તા પર રાબેતા મુજબ અવરજવર શરૂ થઈ હતી.ખેરગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાના વરસાદની શરૂઆત થતા નદી,નાળા,તળાવો અને ચેકડેમો પાણીથી છલકાય ઉઠ્યા છે.મંગળવારે અતિવ્યસ્ત ખેરગામ પીપલખેડ રોડ ઉપર આછવણી ગામે રામેશ્વર મંદિર નજીક રસ્તા ઉપર સવારે વર્ષો જૂનું નીલગીરીનું ઝાડ તૂટીને નીચે આવી પડ્યું હતું.ઝાડ બરાબર રસ્તાની વચ્ચે જ પડતા વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતીં.અને બંને તરફ વાહનોની લાઇન લાગી ગઈ હતી.લોકોએ પોતાના કામ પર જવા ગામના અંદરના રસ્તાનો સહારો લઈ પોતાની સ્થળ ઉપર પહોંચવું પડ્યું હતું.ગામના સરપંચે વન વિભાગને સમગ્ર બાબતની જાણ કરતા વન કર્મીઓ થોડા સમયમાં જ સ્થળ ઉપર પહોંચી રસ્તા ઉપર પડેલું ઝાડ દૂર કરવાની કામગીરીમાં લાગી ગયા હતા.એકાદ કલાકની ઝેહમત બાદ ઝાડને રસ્તા ઉપરથી દૂર કરી રાજ્ય ધોરી માર્ગ ઉપર વાહનોની અવરજવર ફરીથી સરળ બનાવતા વાહનચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી.ઝાડ પાડવાના સમયે પણ રસ્તો ચાલુ હોય સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર થતું ન હોય કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ ઝાડ વીજલાઇન ઉપર પડતા વીજલાઇન ને નુકશાન થયું હતું.અને વીજળી પણ બંધ થઈ ગઈ હતી.વીજકર્મીઓ દ્વારા સાંજ સુધી લાઇનની મરામત ચાલુ રહી હતી.

Back to top button
error: Content is protected !!