વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.પો.કો. વર્ગ-૩ના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ બળવંતભાઇ પટેલ (ઉંમર ૩૨ વર્ષ) રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)ની ટીમે રંગેહાથ પકડી પાડ્યા છે. એ.સી.બી. પાસેથી મળતી માહિતી મુજબ, ફરીયાદી તથા તેના મિત્ર વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરીયાદી કોર્ટમાંથી જામીન પર મુક્ત થયો હતો, જ્યારે તેના મિત્રએ આગોતરા જામીન મેળવ્યા હતા.આ ગુનામાં વધુ તકલીફ ન આપવા, માર ન મારવા તથા હેરાન ન કરવા માટે આક્ષેપિત કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ પટેલે રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી.એ.સી.બી. ટીમે ગુપ્ત આયોજન હેઠળ ટ્રેપ ગોઠવ્યો અને તા. ૧૧/૧૦/૨૦૨૫ના રોજ ખેરગામ પોલીસ સ્ટેશનના પહેલા માળે આવેલા કોમ્પ્યુટર રૂમમાં, આક્ષેપિતે રૂ.૧,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારી લેતા જ એ.સી.બી.એ તેને રંગેહાથ ઝડપી પાડ્યો.પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.ટ્રેપિંગ અધિકારી:શ્રી એસ.એન. ગોહિલ – પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ તથા ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી:શ્રી આર.આર. ચૌધરી – મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત