ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા,
શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ કારોબારી સભ્ય હર્ષદભાઈ ઉપસ્થિત રહ્યા હતા
સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો
તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે વિદ્યાર્થીઓએ હવે જિલ્લા કક્ષાએ જે તે સ્પર્ધામાં પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરશે
આમ ઉપરોક્ત ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ એકંદરે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો જેમાં શાળાના શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હતો શાળા સંચાલક મંડળે કાર્યક્રમને ખૂબ જ સુચારુ અને સુવિવસ્થિત રીતે પૂરો કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.