મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશોના ભાગરૂપે ડાંગ પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેએ આજરોજ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના દેવીનામાળ રોડ પર આવેલા પુલની સ્થળ તપાસણી કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી તેઓ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ માર્ગ અને મકાનના અધિકારીઓ સાથે દેવીનામાળ પુલ તેમજ ગાંધી કોલોની ખાતે આરોગ્ય વિભાગના જર્જરિત રહેઠાણ બાબતે સ્થળ ચકાસણી કરી હતી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીને પુલ બાબતે પુછપરછ કરી સલાહ સૂચનો કર્યા હતા. ક્ષતિગ્રસ્ત રોડમાં પેચવર્ક, કોલ્ડમિક્ષ, લેવલીંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે પૂર્ણતાના આરે છે. જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અને વન વિસ્તારને લીધે ક્યારેક પથ્થરો ઘસી પડવાની કે ઝાડ પડવાના બનાવો બને છે. આ પ્રકારની સમસ્યાના સમયે જે.સી.બી અને અન્ય મશીનરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અને સંકલનમાં રહી માર્ગને તરત જ વાહનવ્યવહાર પૂર્વરત કરવામાં આવે છે. ડાંગ જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની જનતા, વાહનચાલકો, પ્રવાસીઓ તેમજ રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુકત બનાવવા માટે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે તેની નોંધ પણ પ્રભારી સચિવ શ્રી શિવહરેએ લીધી હતી.
«
Prev
1
/
74
Next
»
ખેરગામના લિંક રોડ પરથી પસાર થતા અતિભારે વાહનો સામે સ્થાનિકોમાં રોષ