
દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલિટેકનિક ખાતે કિસાન ઉત્સવ દિવસ” જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે
તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/07/2025 – દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલિટેકનિક ખાતે આગામી તારીખ ૨ જી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૦૦ કલાકે “પીએમ કિસાન ઉત્સવ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ૨૦મો હપ્તો રીલીઝ કરશે, જેનું જીવંત પ્રસારણ નિહાળશે.
આ કાર્યક્રમમાં દરમિયાન ખેડૂતો માટે ઉપયોગી નવીન કૃષિ ટેકનોલોજી, સાધનો અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવશે. જિલ્લા કક્ષાની સાથે સાથે એપીએમસી, સહકારી સંસ્થાઓ, પીએમ કૃષિ સહાય કેન્દ્રો અને ગ્રામ પંચાયત કક્ષાએ પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. કાર્યક્રમમાં સમગ્ર નર્મદા જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




