
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામા આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ બરડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ઝરી ગામે યોજાનાર છે. 
આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનુ આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેક્ટર સુશ્રી દુહાને પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, તેમજ વીજ વિભાગ સહિત આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ત્રણેય મામલતદારશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને, કાર્યક્રમની કામગીરીના આદેશ કરી, સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પરસ્પર સંકલનમા રહીને કામગીરી કરવા જણાવ્યુ હતુ.
સ્વાતંત્ર્ય પર્વ અગાઉ ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ પણ યોજાનાર છે. ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાની તમામ શાળાઓમા રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિંબંધ સ્પર્ધા બાબતે પણ ચર્ચા કરવામા આવી હતી.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, અધિક નિવાસી કલેકટર શ્રી વી.કે.જોશી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.નલવાયા, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી યુ.વી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદી, આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત, સુબીર મામલતદાર શ્રી આઈ.એમ.સૈયદ સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
				





