GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યુવા લેખક પરમ જોલાપરાની “શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ” ગુજરાત રાજ્યના કમિટી મેમ્બરમાં નિયુક્તિ.

 

MORBI:મોરબી યુવા લેખક પરમ જોલાપરાની “શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ” ગુજરાત રાજ્યના કમિટી મેમ્બરમાં નિયુક્તિ.

 

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ એ સાહિત્યક સંસ્થા છે જે સાહિત્યને વેગવંતુ રાખવાનું કાર્ય છે. જેના સંસ્થાપક શ્રી મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખશ્રી નિલેશભાઈ કનાડીયા,પ્રદેશ પ્રભારીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી છે. અમદાવાદ ખાતે સંસ્થા દ્વારા કવિ – લેખકોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજના શ્રેષ્ઠ કવિ – લેખક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અઘ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક કલેક્ટર શાંતિલાલ ડોડીયા, વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત ડૉ. સ્મિતાબેન સુથાર,તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. કાર્યક્રમમાં અગાઉ યોજાયેલ કાવ્ય સ્પર્ધાના વિજેતાઓ ના સન્માન પણ થયા હતા. નવી કારોબારી સભ્યો નિમણુક થઈ હતી. જેમાં પરમ જોલાપરા સહિત ડૉ. કુંતલભાઈ પંચાલ,ડૉ. કોસ્મિકાબેન પંચાલ,વિવેકભાઈ રાઠોડ, કિંજલબેન પંચાલ,આરતીબેન પરમાર, મિતલબેન રાઠોડ, તેજલબેન સુથારની કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.

Back to top button
error: Content is protected !!