DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સીટી પીઆઇ દ્વારા નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તા.18/03/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારોમાં સીટી પોલીસ પીઆઇ એમ યુ મશી, સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીએસઆઇ પોલીસ જવાન અને હોમ ગાર્ડ સહિત પોલીસે નાઈટ કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે નાઈટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહો છે ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહીબીશન બુટલેગર સહીતના આરોપીને જીલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની સુચના તથા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ યુ મશી, પીએસઆઇ વી એમ વાધેલા, એસઓજી પીએસઆઈ, પોલીસ જવાન અને હોમગાર્ડ સહિતના પોલીસ અધિકારી દ્વારા ધ્રાંગધ્રા શેહરી વિસ્તારના મોચીવાડ, આંબેડકર નગર ખરાવાડ સહિત વિસ્તારોમાં પોલીસે નાઈટ કોમ્બીંગ હાથ ધર્યું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શેહરી વિસ્તારમાં જળવાઇ રહે તે માટે કોમ્બીંગ હાથ ધરેલ આ કોમ્બીંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસતા ફરતા આરોપીઓ, ઘર ચેક કરવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો, સહિત વિવિધ આરોપીઓની અંગ જકડી કરવામાં આવી હતી સાથો સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લધન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!